Monday, 18 August 2008

ઍવુ પણ કયારેક બન્યું હશે.......



સીધી હથેળીમા ક્યારેક રહ્યુ જળ હશે,
કે પછી દરિયામા ખીલ્યુ કમળ હશે,
ઍવુ પણ કયારેક બન્યું હશે,
કે રણમાં લગ્યો દાવાનળ હશે.

કાંટાઓની ભાવના કયારેક કોમળ હશે,
ને નાનું ખાબોચિયું પણ દળદળ હશે,
ઍવુ પણ કયારેક બન્યું હશે,
કે પી શકાય એવા ઝાંઝવાના જળ હશે.

ધોર અંધારે શમણાઓ જળહળ હશે,
ને બંધ પાણીમા રહી ખળખળ હશે,
ઍવુ પણ કયારેક બન્યું હશે,કે
સ્મિત પાછળ વેદનાઓ પ્રબળ હશે.......